વડોદરા: સંવાદ કોટર્સ ખાતે મિત્રોને મળવા ગયેલા યુવક પર અસામાજિક તત્વો દ્વારા કરાયો જીવલેણ હુમલો,પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા
વડોદરા : અસામાજિક તત્વોનો ફરી આતંક સામે આવ્યો છે. મિત્રોને મળવા ગયેલા યુવક પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે.સંવાદ કોટર્સ ખાતે મિત્રોને મળવા ગયેલા ખોડિયાર નગરના યુવક પર કેટલાક ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.જ્યાં પરિવારજનોએ આ મામલે ગંભીર આક્ષેપ કર્યા હતા.