માણાવદર તાલુકાના થાનીયાણા ગામે રહેતા નરેશ ઉર્ફ કાનો માધાભાઇ રાઠોડ પર અજયભાઈ વીનુભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અનુસાર નરેશએ ટ્રેકટર સાથે રેતીમાં કામ કરતાં અજયભાઈને પકડાવી દેવા એવી ધમકી આપી, માર મારતા ગાળો આપી અને ટાટીયા ભાગી જવાની ધમકી આપી. મામલે માણાવદર પોલીસ મથક દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.