જેસર તાલુકાના બીલા ગામે છેલ્લા અડધી કલાકથી જ્યોતિગ્રામ ફીડર બંધ રહેતાં ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ફીડર બંધ રહેવાના કારણે ઘરેલું વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના કારણે બાળકો, વૃદ્ધો તેમજ સામાન્ય જનજીવનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને વીજ પુરવઠો વહેલી તકે પુનઃ શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે.