ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાજુ ફડવાલા અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે બપોરના અરસામાં એક આવેદનપત્ર પાઠવાયું હતું.જેમાં જણાવ્યું અનુસાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદ મુદ્દે નારાજગી વ્યક્ત કરી મુખ્યમંત્રી પદ પરથી નિતીશકુમારે રાજીનામુ આપવા માંગ કરી હતી.