મહેસાણા તાલુકાના છઠ્ઠીયારડા ગામના બસ સ્ટોપ પાસે પસાર થતી રૂપેણ નદીના કિનારે બે દિવસ અગાઉ એક અજાણ્યા વ્યક્તિનો કપાયેલો પગ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે આ પગ પાટા બાંધેલી હાલતમાં હતો જે 6 નવેમ્બરના રોજ પથ્થરોની વચ્ચેથી મળી આવેલ હતો જેની તપાસ માટે તાલુકા પોલીસ આવી એક્શન મોડમાં હોસ્પિટલોની તપાસ ધમધમાવી.