દાહોદ: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગ ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં મુવાલિયા ગામમાં કાર્યક્રમનું આયોજન
Dohad, Dahod | Sep 17, 2025 દાહોદ જિલ્લામાં ''સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ '' અભિયાનનો ઉત્સાહભેર શુભારંભ થયો છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત આજ રોજ દાહોદ જિલ્લાના મુવાલિયા ગામમાં "સ્વચ્છતા હી સેવા-2025ના કાર્યક્રમનો દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતિ હેઠળ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં દાહોદ તાલુકા સ્ટાફ, ગ્રામ્ય કક્ષા સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કર દ્વારા ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્ર ઉપર સાફ-સફાઈ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.