દાંતા: અતુલ્ય વારસો ની અંબાજી તીર્થ દર્શન સર્કિટ દ્વારા વિદ્યાર્થીઓને અંબાજી અને આજુબાજુ નું તીર્થ દર્શન કરાવવામાં આવ્યું
અતુલ્ય વારસો દ્વારા અંબાજી તીર્થ દર્શન સર્કિટ શરૂ કરવામાં આવ્યું છે જેનો હેતુ અંબાજી આવતા યાત્રિકોને અંબાજી અને આજુબાજુના સ્થળો વિશે માહિતી મળે અને તેઓ ત્યાં દર્શન કરી શકે અને ફરી શકે એ છે આ તીર્થદર્શન સર્કિટ દ્વારા આજરોજ અંબાજીમાં વિદ્યાર્થીઓના ગ્રુપને તીર્થ દર્શન સર્કિટ માં આવેલા તમામ સ્થળો પર પ્રવાસ કરાવવામાં આવ્યો હતો અને તેમના ગાઈડ દ્વારા તમામ સ્થળોની માહિતી પણ આપવામાં આવી હતી ધીમે ધીમે તીર્થ દર્શન સર્કિટ ની માંગ વધી રહી છે