મુળી: ગઢડા ગામે ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ઘરમાં ઘૂસી ગયો.
મૂળી તાલુકાના ગઢડા ગામે ટ્રક ચાલકે પોતાના હવાલા વાળા ટ્રક પરથી કાબુ ગુમાવતા ઘરમાં ઘુસી ગયો હતો જેમાં ઘરની દીવાલ અને અન્ય ચીજવસ્તુઓનું નુકશાન થયું હતું જોકે આ દુર્ઘટનાને લીધે કોઈ જાનહાનિની વિગત સામે આવી નથી પરંતુ ઘટનાને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા.