કપરાડા: નાનાપોંઢા પાસે નેશનલ હાઈવે 56 પરના પાર નદીના પુલની હાલત ખરાબ, વાહનચાલકોમાં ભય, તંત્ર સામે રોષ
Kaprada, Valsad | Oct 28, 2025 નાનાપોંઢા નજીકથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 (વાપી–શામળાજી રોડ) પર આવેલ પાર નદીનો પુલ હાલ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. પુલના લોખંડના સળિયા બહાર ડોકિયા કરતા જોવા મળતા હોવાથી વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે.