સૂત્રાપાડા તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ 3 વાહનોને પકડીને રૂ.1.26 લાખની વસૂલાત કરતું તંત્ર
Veraval City, Gir Somnath | Oct 7, 2025
જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય તથા ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા મોજે, સૂત્રાપાડા તાલુકામાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી કુલ 3 વાહનને બિન અધિકૃત રીતે વહન સબબ અટકાયત કરી રૂ.1.26 લાખની નિયમો અનુસાર દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી હતી.