વડાલી: અરસામડા ગ્રામજનોએ મામલતદાર અને વડાલી પોલીસને દારૂના અડ્ડા બંધ કરાવવા બાબતે આવેદનપત્ર આપ્યું.
વડાલી તાલુકાના અરસામડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિકો દ્વારા આજે બે વાગ્યે વડાલી મામલતદાર અને વડાલી પોલીસને અરસામડા ગામે દારૂના અડ્ડા બંધ કરાવવા અને ગામમાં દારૂનું વેચાણ ઉપર પ્રતિબંધ થાય તે બાબતે મામલતદાર અને પોલીસને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.