ચોરવણી, મા.સ. નં. 14 વિસ્તારમાં તા. 17/12/2025ના રોજ વહેલી સવારે અંદાજે 4:00 કલાકે વન્ય પ્રાણી દીપડાએ બકરીનું મારણ કર્યું હતું. બનાવની જાણ થતાં વન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અને પશુના માલિકની અરજીના આધારે બપોરે 3:00 કલાકે પાંજરું મૂકવામાં આવ્યું હતું. બાદમાં સાંજે અંદાજે 7:00 કલાકે દીપડો પાંજરે પુરાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.