સાયલા: સાયલા તાલુકાના ઈશ્વરીયામાં PGVCL કર્મચારીઓ-ગ્રામજનો વચ્ચે બોલાચાલી: વીજ ચેકિંગ દરમિયાન ગ્રામજનોએ આઇ-કાર્ડ માંગતા બબાલ
સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામમાં PGVCLના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે થયેલા ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના વીજ ચેકિંગ દરમિયાન બની હતી, જેમાં ગ્રામજનોએ કર્મચારીઓ પર દાદાગીરી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, PGVCL કર્મચારીઓ વીજ ચેકિંગ માટે આવ્યા હતા, પરંતુ તેમની પાસે ઓળખકાર્ડ નહોતા. આ ઉપરાંત, તેઓ જે વાહનમાં આવ્યા હતા તેની નંબર પ્લેટ પણ નહોતી. આ કારણોસર ગ્રામજનોએ વીજ ચેકિંગ અટકાવ્યું હતું.