નડિયાદ શહેરમાં સંતરામ મંદિર સંચાલિત શાળાના વાલીઓના રૂપને હેક કરીને મહેમદાવાદના નેનપુરના રહેવાસી પ્રિતેશ પ્રજાપતિ છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો સમગ્ર મામલે નડિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી હતી જ્યાં આરોપીએ 14 જેટલા વાલીઓનો સંપર્ક કરી છેતરપિંડી કરવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે સોમવારે મહેમદાવાદના નેનપુરના રહેવાસી પ્રિતેશ પ્રજાપતિની ધરપકડ કરી છે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ 18 જેટલા ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે