વલસાડ: ગોરવાડા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનો કાર્યક્રમ યોજાયો,ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 8:00 કલાકે શરૂ થયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડ તાલુકાના ગોરવાડા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સંબોધી હતી. તેમજ આવનાર ચૂંટણીને લઇ લડવાની તૈયારી બતાવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના અન્ય સભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.