સુરતની પાલ પોલીસે બળાત્કાર કેસમાં સંડોવાયેલા આરોપીને મુંબઈ થી ઝડપી પાડ્યો છે.સોમવારે સાંજે ચાર કલાકે પાલ પોલીસે આપેલી માહિતી અનુસાર,મહિલાને લગ્નની લાલચ આપી રિશી જયસ્વાલ નામના ઈસમે અવારનવાર શારીરિક સબંધો બાંધ્યા હતા.જે બાદ તરછોડી ફરાર થઈ ગયો હતો.ભોગ બનનાર મહિલાએ પાલ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ આપી હતી.જે અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.આરોપી મુંબઈ ખાતે છુપાયો હોવાની માહિતી પોલીસને મળી હતી.જ્યાં પોલીસે ટીમ મોકલી ઝડપી પાડ્યો હતો.