તિલકવાડા: બિહારમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા તિલકવાડા ખાતે ભાજપા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી
બિહારમાં 243 બેઠકમાં થી 204 બેઠકો ઉપર ભાજપા ઉમેદવારે ભવ્ય વિજય મેળવતો સમગ્ર ગુજરાતમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા સાથે વધાવી લેવામાં આવી હતી ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા કમલમ કાર્યાલય ખાતે પણ તાલુકા ભાજપા પ્રમુખ ગૌરાંગ બારીયા ની આગેવાની માં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને આતસબાજી કરવા ની સાથે સૂત્રોચાર કરીને એક બીજા ને મીઠાઈઓ ખવડાવી ને બિહારમાં થયેલી ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતને વધાવી લેવામા આવી.