પલસાણા: જોળવા ગામે રૂ. ૪૦૦ લાખના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત : DGVCLના નડતરરૂપ થાંભલાને કારણે કામગીરીમાં વિલંબની શક્યતા
Palsana, Surat | Nov 24, 2025 પાંચ મીટર પહોળાઈ ને બદલે 7 મીટર પહોળો ઉપરાંત સાઇડ સોલ્ડર પેવર બ્લોક બેસાડી બનાવતા લોકોને પહોળો રસ્તો મળશે જેની કામગીરી શરૂ થઈ પરંતુ DGVCL ના અધિકારીઓની ઢીલી નીતિને કારણે રોડને નડતા થાંભલા અને ટ્રાન્સફોર્મર ખસેડવાની કામગીરી નહી થતા કેટલાક થાંભલા કામગીરી દરમ્યાન ક્ષતિગ્રસ્ત થયા છે અને તેના કારણે કેટલીય જગ્યાએ રસ્તો સાંકડો થતા આ રસ્તો બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.