વડોદરા: મહિલા વોશરૂમમાં ગઈ અને બીજી મહિલાએ બહારથી લોક મારી દીધું,જાણો પછી શું કર્યું ?
વડોદરા : શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.ક્રાઈમ બ્રાન્ચે એક મહિલાને શંકાસ્પદ સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડી તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી.તરસાલી વિજયનગરના એક મકાનમાં નીતુબેન શાહ ગઈ હતી.જ્યાં મકાન માલિક મહિલા વોશરૂમમાં જતા તેને બહારથી લોક મારી દીધું અને મકાનમાં લાકડાની તિજોરીમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.પોલીસે ત્રણ લાખ ઉપરાંતનો ચોરીનો દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.