પુણા: ચોકબજારમાં સસરા દ્વારા જમાઈની હત્યાનો મામલો,હત્યારા સસરાની પોલીસે કરી ધરપકડ
Puna, Surat | Nov 23, 2025 શુક્રવારની મોડી સાંજે ચોકબજાર સ્થિત ભરી માતા રોડ પર આવેલ નહેરુનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો.નજી ઉલ્લા શાહ દ્વારા પોતાના જ જમાઈ સલમાન સફીક અહેમદ શાહ ની ચપ્પુ મળી હત્યા કરી દેવામાં આવી હતી.હત્યા બાદ ફરાર સસરા નજી ઉલ્લાની ચોકબજાર પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.જ્યાં દીકરી જોડે વારંવાર ઝઘડો કરતા જમાઈને ટકોર કરતા થયેલ ઝઘડામાં સસરાએ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.વધુ કાર્યવાહી ચોક પોલીસે હાથ ધરી હતી.