વડોદરા : ઘાયલ કપિરાજ પાલિકાના શરણે આવી પહોંચ્યા હતા. જોકે, એક પણ મહાનુભાવે કપિરાજની સારવાર કરાવવા માટે તસ્દી લીધી નહતી. પરંતુ એક સામાજિક કાર્યકરે ઘાયલ કપિરાજ મેયરની ઓફિસ તરફ જવાની સીડી ઉપર બેઠા હોવાની જાણ વન વિભાગને કરી હતી.જેથી વન વિભાગના કર્મચારીઓ પાલિકાની વડી કચેરી ખાતે દોડી આવ્યા હતા અને સાવચેતી પૂર્વક કપિરાજનું રેસ્ક્યુ કરી વનવિભાગની નર્સરી ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં કપિરાજને સારવાર આપવામાં આવી હતી.