નસવાડી: ગઢબોરીયાદથી કાડકોચ જવાનો પાંચ કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં, સ્થાનિકોએ આપી પ્રતિક્રિયા #JANSAMASYA
નસવાડી તાલુકાના ગઢબોરીયાદ થી કાડકોચ જવાનો પાંચ કિલોમીટર નો માર્ગ બિસ્માર હાલતમાં છે. નસવાડી તાલુકો અને કવાંટ તાલુકાને જોડતો રસ્તો હોવાથી 25 થી વધુ ગામોના લોકો આ રસ્તો નો ઉપયોગ કરે છે. 12 વર્ગ પહેલા આ રસ્તો બન્યો હતો જેના કારણે આખો ડામર રસ્તો ઘસાઈ ગયો તેમાંથી કપચી નીકળે છે. અને બાઇક ચલાવવી મુશ્કેલ બને છે. બાઇક ના ટાયર માં કપચી વાગી જાય તો પંચર પડી જાય છે જ્યારે બાઈક ચલાવવી પણ મુશેકલ પડે છે. આખા રસ્તા માં ખાડા છે.કરસન અને મનહરસિંહએ પ્રતિક્રિયા આપી.