આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી આવતીકાલે રાજકોટ પધારનાર છે. તેમની આ મુલાકાત વિશે વધુ વિગતો આપતા આજે સાંજે 6:00 વાગ્યાની આસપાસ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલે જણાવ્યું હતું કે, આવતીકાલે સાંજે 7:00 વાગ્યે તેઓનું એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ તેઓ ખેડૂતો પર થયેલ દમનને નઈ ને તેમના પરિવારજનોને મળશે અને જે ખેડૂતે આત્મહત્યા કરી છે તેમના પરિવારને મળી તેમના દુઃખમાં સહભાગી બનશે. આ ઉપરાંત તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ યોજશે.