બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલને વર્ષ 2025-26 માટે આણંદ જિલ્લાની સર્વશ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરવામાં આવી છે. આ શાળામાં બાલમંદિરથી ધોરણ 12 સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાય છે. કુલ 43 કર્મચારીઓ ધરાવતી આ શાળાએ આ સિદ્ધિ હાંસલ કરી છે.