પલસાણા: બેંક ઑફ બરોડા દ્વારા પલસાણામાં ‘બરોડા કિસાન મેળો’ યોજાયો
Palsana, Surat | Nov 25, 2025 ‘આત્મનિર્ભરતા તરફ’ થીમ હેઠળ બેંક ઑફ બરોડાએ ‘બરોડા કિસાન પખવાડા’ના ૮મા સંસ્કરણનો વિશાળ કિસાન મેળો યોજ્યો. આ મેળામાં સુરત-નવસારી વિસ્તારના ૪૫૦થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય આકર્ષણો: ₹૧૭૫ કરોડનું કૃષિ ધિરાણ મંજૂર, લાભાર્થીઓને સ્વીકૃતિ પત્રો આપવામાં આવ્યા હતા. ડિજિટલ બરોડા કિસાન ક્રેડિટ કાર્ડ (BKCC) અને ડિજિટલ ગોલ્ડ લોનની જાણકારી, કૃષિ સાધનો, કુદરતી ખેતી, SHG અને PMFME યોજનાના સ્ટોલ્સ, નિઃશુલ્ક આરોગ્ય અને આંખ તપાસ કેમ્પ યોજાયો હતો.