દેવગઢબારીયા: ધારાસભ્યના હસ્તે પીપલોદ સહિત તાલુકામાં ૧૭ કરોડના રસ્તાનું ભૂમિપૂજન કરાયું
આજે તારીખ 28/11/2025 શુક્રવારના રોજ સવારે 11 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને ૧૭ કરોડના રસ્તાનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય બચુભાઈ ખાબડ ના અધ્યક્ષ સ્થાને દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગુણા તોયણી રોડ,વાડોદર એપ્રોચ રોડ,અસાયડી વાડોદર રોડ,ભથવાડા વાદી ફળિયા રોડ,રેબારી તળાવ ફળિયા રોડ,મોટીઝરી પટેલ ફળિયા રોડ,કાલીયાગોટા મુખ્ય રોડ સહિત ના રોડનું ખાતમુહૂર્ત કરાયું.