નાંદોદ: તમારી મૂડી, તમારો અધિકાર' અંતર્ગત બેન્કોમાં રહેલી અનક્લેમ્ડ રકમની માહિતી મેળવવા માટે ખાસ અભિયાન
Nandod, Narmada | Nov 19, 2025 આ અભિયાન અંતર્ગત નાગરિકો તેમની વિવિધ બેન્કમાં રહેલી “અનક્લેમ્ડ આર્થિક સંપત્તિઓ” વિશેની માહિતી મેળવી શકે છે. આવા ખાતાઓ, જે ઓછામાં ઓછા 10 વર્ષથી નિષ્ક્રિય (Inactive) છે અને જેના કારણે રકમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં ટ્રાન્સફર થઈ ગઈ હોય, તેની પુનઃપ્રાપ્તી માટે લોકોને માર્ગદર્શન અને સહાય પુરી પાડવામાં આવશે.