માળિયા તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણી બાદ માળીયા વિસ્તારમાં કપાસની ટેકાના ભાવે ખરીદી માટે પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા જે.એમ.ડી. ફોરેજીનમાં CCI કપાસ ખરીદી કેન્દ્ર ગઇકાલ મંગળવારથી શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર શરૂ કરવા માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, કૃભકોના ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.