ઉધના: સુરતના ગોડાદરામાં બાળમજૂરી કરાવનાર સાડીના બે કારખાનેદાર ભેરવાયા
Udhna, Surat | Nov 21, 2025 બાળમજૂરી રોકાવાની બૂમ વચ્ચે સુરતના ગોડાદરા એસ.કે.નગર અને પુણાના મગોબમાં ભાગ્યોદય એસ્ટેટમાં સાડીના કારખાનામાં ૧૨થી ૧૩ વર્ષનાં ત્રણ બાળકો અને ૧૫ વર્ષનાં તરુણ મજૂરીકામ કરતા મળી આવતાં ફોજદારી ફરિયાદ કરાઈ હતી. શ્રમ અધિકારી દ્વારા ગત ૨૦મી સપ્ટેમ્બરે ગોડાદરાના પરવત ગામ વિસ્તારમાં આવેલા એસ.કે.નગરમાં એક સાડી ફોલ્ડિંગના કારખાનામાં રેઈડ કરાઈ હતી. અહીં ૧૨ અને ૧૩ વર્ષનાં બે બાળકો સાડી ફોલ્ડિંગની કલાકો સુધી કાળી મજૂરી કરતાં મળી આવ્યા હતા.