રાપર: બાદરગઢ ગામેથી ઘરમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર શખ્સને 2 લાખ 69 હજારની કિંમતના માદક પદાર્થ ગાંજા સાથે રાપર પોલીસે ઝડપ્યો
Rapar, Kutch | Nov 22, 2025 No drugs in East kutch campaign અંતર્ગત રાપર પોલીસે રાપર તાલુકાના બાદરગઢ ગામે ઘરમાં દરોડો પાડીને ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરનારા શખ્સને ઝડપી લીધો છે.. રાપર પોલીસે 5.398 કિલો વજનના લીલા ગાંજાના છોડ જેની કિંમત રૂ.2,69,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..