વડોદરા: સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવાની માંગ,લોકોએ પાલિકામાં મોરચો માંડ્યો
વડોદરા : શહેરના સેવાસી સ્થિત વોર્ડ નં 9 માં આવેલા સમન્વય સ્પલેન્ડિડ સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવાની માંગ સાથે સ્થાનિકો દ્વારા પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. અલગ અલગ લોકો આવી રહ્યા છે જેના કારણે સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે, આ રજૂઆત કરવામાં આવી હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.