સતલાસણાના ભીમપુર દૂધ મંડળીમાં ખોટા ખાતા ખોલી ડેટામાં ચેડા કરી લાખોની ઉચાપત થઈ હોવાના આક્ષેપ સાથે ઓડિટરને રજુઆત કરવામાં આવી છે. જાગૃત સભાસદોએ મંડળીના પ્રમુખ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર પર આક્ષેપો કરતી અરજી કરવામાં આવી છે. આ ઉપરાંત દાણ અને ઘી વેચાણમાં પણ ખોટી રીતે રકમ કપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ડેટામાં ચેડા કરવામાં આવ્યા છે. યોગ્ય તપાસ થાય એ માટે સભાસદોએ જિલ્લા દૂધ સંઘની ઓડિટર કચેરીનો સંપર્ક કર્યો છે.