સુરત: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા સતત હુમલાઓ અને અત્યાચારને પગલે સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાઓ પ્રત્યે પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.પ્રદર્શનકારીઓએ પોતાનો વિરોધ નોંધાવવા માટે: રસ્તાઓ પર બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજના પોસ્ટરો ચોંટાડ્યા હતા.વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસની તસ્વીરો પણ રસ્તા પર લગાવી વિરોધ કર્યો હતો.