ઉધના: સુરત: ઉતરાયણ પર્વને લઈ પોલીસ એક્શન મોડમાં; વાહનચાલકોની સુરક્ષા માટે 'સેફટી ગાર્ડ'નું વિતરણ
Udhna, Surat | Dec 28, 2025 સુરત: ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પતંગની જીવલેણ દોરીથી વાહનચાલકોને બચાવવા માટે સુરત પોલીસ સતર્ક બની છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો ગળાના ભાગે દોરી આવવાથી ગંભીર અકસ્માતનો ભોગ ન બને તે માટે સુરત પોલીસના ઝોન-3 દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.ઝોન-3માં સમાવિષ્ટ વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને અટકાવી તેમના વાહનોમાં વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા.