લખતર રેલવે સ્ટેશન રોડ પર રહેલી આદર્શ પ્રાથમિક શાળા ભાવ ગુરૂ વિદ્યાલયમાં તારીખ 19 12 2025 ને શુક્રવારના રોજ શાળામાં આનંદ મેળો તેમજ ફૂડ સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચથી આઠ અને નવ અને 11 ના ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ પોતે જ વાનગીઓ બનાવી અને પોતે જ વહેંચતા હતા જેમાં દરેક વિદ્યાર્થીઓના સ્ટોલમાં અત્યારની જે ફૂડ વાનગીઓ છે પેલું વેચાણ કરી અને સારો એવો નફો કમાયા હતા.