ધોળકા: ધોળકા ખાતે ટાવર બજારમાં સાંજે રોઝા ઈફ્તારના સમયે જોવા મળતી રમઝાન ની રોનક
ધોળકા ખાતે ટાવર બજાર ચોકમાં પવિત્ર રમઝાન માસ નિમિત્તે દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા દરમ્યાન રોઝા ઈફ્તાર માટે ખાદ્ય સામગ્રી નું ખાસ રમઝાન બજાર ભરાય છે. તા. 25/02/2026 ના રોજ સાંજે 6 વાગે ધોળકા ખાતે ટાવર બજારની રૂબરૂ મુલાકાત લેતા અહીં રમઝાનની રોનક જોવા મળી હતી.