તા. 15/12/2025, સોમવારે સાંજે આશરે 6.30 વાગ્યાના સુમારે ધોળકા તાલુકાના સરંડી ગામ નજીક અમદાવાદ - ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર પુલ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જી નાસી ગયો હતો. આ અકસ્માતમાં રૂપગઢ ગામના બાઈક સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. ધોળકા રૂરલ પોલીસે અકસ્માત સર્જી પોતાનું વાહન લઈ નાસી જનાર અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ પીએસઆઇ વાય. એ. ઝાલા એ હાથ ધરી છે.