સરકારની આવાસ યોજનામાં ગારીયાધાર નગરપાલિકાની અણઆવડત વ્યવસ્થાથી લોકો પરેશાન સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી આવાસ યોજનાનો લાભ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મળે તે હેતુ છે, પરંતુ ગારીયાધાર નગરપાલિકાની અણઆવડત અને બેદરકારીભરી કામગીરીના કારણે યોજનાનો યોગ્ય અમલ થતો નથી. આવાસ યોજનાને લઈને અનેક લાભાર્થીઓ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા જઈ રહ્યા છે, છતાં પણ તેમની સમસ્યાઓનો કોઈ નક્કર ઉકેલ આવતો નથી. ફાઈલો અટવાઈ રહેવી, યોગ્ય માર્ગદર્શનનો અભાવ અને જવાબદારીથી બચવા