સરતાનપર બંધારાની કામગીરીમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ નજીક બની રહેલા સરતાનપર બંધારા ની કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે. અંદાજિત અડધા અબજ રૂપિયાના ખર્ચે બની રહેલા આ બંધારાની કામગીરીમાં નીચી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાના આક્ષેપો સાથે સરતાનપર બંદરના સરપંચ સહિતના લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને નિ