મૂળી તાલુકાના સરા ગામે બાયપાસ રોડ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા અનેક ખેડૂતોને પોતાના ખેતર તરફ જવું મુશ્કેલ બન્યું હતું જે અંગે ખબરી અહેવાલ જાહેર થતા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.