સુઈગામ: સરહદી પંથકમાં ભારે પડેલા વરસાદને લઈને પાક વીમો માફ કરવા કોંગ્રેસના નેતાએ આપી પ્રતિક્રિયા...
દોઢ મહિનો પહેલા સરહદી પંથકમાં ભારે પુર અને વરસાદ આવ્યો હતો જેને લઈને ખેડૂતોનો મહામૂલો ચોમાસુ પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેને લઇને કોંગ્રેસના પ્રખર નેતા ઠાકરશીભાઈ રબારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરહદી પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જેને લઇને સરકાર દ્વારા ખેડૂતોના તમામ દેવા માફ કરે અને ખેડૂતોએ લીધેલ પાક વીમો માફ કરવામાં આવે તેવી માંગ કરી છે.