ચોટીલા: ચોટીલા તાલુકાના અકાળા ગામે જુગારના અડ્ડા પર દરોડો પાડી પોલીસે 4 શખ્સોને ઝડપ્યા, ₹26,380નો મુદ્દામાલ જપ્ત કર્યો
ચોટીલા પોલીસે અકાળા ગામે જુગારના અડ્ડા પર દરોડો પાડી ચાર શખ્સોની ધરપકડ કરી છે.પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એન. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સતત પેટ્રોલિંગમાં હતી પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પરમાર અને દિલીપભાઇ માંજરીયાને બાતમી મળી હતી કે સુરેશભાઇ પરાલીયાના મકાનની પાછળ જાહેરમાં બાવળના ઝાડ નીચે કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી રેડ પાડી 26380 નો મુદ્દામાલ જપ્ત કર્યો