દેવગઢબારીયા: પીપલોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં અકસ્માત સર્જાયો
આજે તારીખ 24/11/2025 સોમવારના રોજ બપોરે 2 કલાકે પીપલોદ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાઇ. મોટર સાયકલ ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં રાહદારીને ઈજાઓ પહોંચી. મોટર સાયકલ ચાલક ઘટના સ્થળેથી ફરાર થતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.