વઘઇ: ડાંગની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે જિલ્લા સ્તરની "શ્રીમદ્ ભગવદ્ ગીતા" મહોત્સવ કાર્યક્રમનુ આયોજન
ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશકુમાર ત્રિવેદીના અધ્યક્ષતામાં જિલ્લા સ્તરની "શ્રીમદ્ ભગવદ્ ગીતા" મહોત્સવ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે શ્લોક પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા