થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં કોલસાની ખાણ પર દરોડો કરવા ગયેલ થાનગઢ નાયબ મામલતદાર અને ટીમ પર ખનિજ માફીયાઓ દ્વારા હુમલો કરવાના બનાવને લઈ જિલ્લાના નાયબ મામલતદારો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં વારંવાર અધિકારીઓ પર થતા હુમલાના બનાવને વખોડી હુમલાખોરો પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી