તાલુકાના ખાવડા પાસે મશીનમાં હાથ આવી જવાથી યુવાનને ઈજા થઈ હતી, તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીલુ લાલવીર યાદવ તા.૨નાં ખાવડાથી બે કિમી દૂર ગ્રીન હોટલમાં હતો. આ દરમ્યાન બ્લોક રિપેરિંગ કરતી વેળાએ મશીનમાં હાથ આવી જતાં હાથમાં ઈજા થઈ હતી, તેથી તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.