મુળીના સરા ગામે ૨૬ વર્ષીય યુવતીએ ફોટા વાયરલ કરવાની ધમકી અને સતત હેરાનગતિથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીનો પડોશી યુવક સાથે પ્રેમ સંબંધ હતો યુવક અને તેના બે મિત્રો દ્વારા ફોટા વાયરલ કરવા તથા ઘર સળગાવી દેવાની ધમકી આપતા આ માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ એસિડ પી લીધું હતું જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. યુવતીની ફરિયાદ આધારે પ્રેમી ગૌતમ મનસુખભાઇ મકવાણા રાહુલ દિનેશભાઈ મકવાણા તથા ઇન્દ્રજીત મનુભાઈ મકવાણા સામે ગુનો નોંધાયો