ધ્રાંગધ્રા: શહેર વિસ્તારમાં સીટી પોલીસએ ટ્રાફિક ડ્રાઇવ યોજીને વાહનો ડીટેઇન કરીને વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો
ધાંગધ્રા સીટી પોલીસના પીઆઇ,પીએસઆઇ,હેડ કોસ્ટેબલ દ્વારા સમગ્ર સ્ટાફ સાથે રાખીને શહેરી વિસ્તારમાં હાઇ-વે પર ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી આ ડ્રાઇવ દરમિયાન ધ્રાંગધ્રા સીટી પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી અને નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી દંડ કરવામાં આવ્યો હતો.