રાજકોટ પૂર્વ: લગ્નની સીઝનને ધ્યાને લઈ તાલુકા પોલીસ દ્વારા કાલાવડ રોડ સહિતના વિવિધ પાર્ટી પ્લોટમાં ચેકિંગ કામગીરી હાથ ધરાઇ
તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા લગ્ન સિઝનને ધ્યાનમાં લઇ આજે સાંજે 5:00 વાગ્યાથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ પાર્ટી પ્લોટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જ્યાં જ્યાં સીસીટીવી ન હોય અથવા બંધ હોય ત્યાં તાત્કાલિક સીસીટીવી લગાવવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર ન વગાડવાની સૂચના પણ આપવામાં આવી હતી.