રાપર: વાગડના ભૂટકીયા ગામે ધોરેશ્વર જાગીર પાસે નદીના કોતરમાં પૌરાણિક ગુફા મળી આવી..
Rapar, Kutch | Nov 18, 2025 રાપર તાલુકાના ભુટકિયા ખાતે આવેલી પૌરાણિક ધોરેશ્વર જાગીર ખાતે નદીના કોતરોમાં ઝર ખાતે ડટાઈ ગયેલી ગુફા મળી આવી છે. ભીમાસર ગામના મહાદેવભાઈ બારડે આ વિશે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે.અગાઉ ગામલોકોમાં વાતો થતી કે અહીં ક્યાંક ગુફા દટાયેલી છે. થોડા સમયમાં સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત કથાને લઈને ગ્રામજનોએ ભેગા થઈને ગુફા શોધવાનું નક્કી કર્યું હતું.બાદમાં ખોદકામ કરતાં ગુફા મળી આવી.